Mangalashtak Lyrics In Gujarati | Manglashtak | Gujarati Lagna Geet | ગુજરાતી મંગલાષ્ટક |લગ્નગીત

દામ્પત્યે પગલાભરી પ્રણય નાં
ધર્મે પ્રિતી રાખજો
આશિષો પ્રભુ ની સદા વરસજો
કુર્યાત સદા મંગલમ્

જે જે સ્વપ્ન તમે રચ્યા જીવન માં તે સહુ પ્રભુ પૂરજો
રિદ્ધિ સિદ્ધિ અનેક્ય પ્રાપ્ત કરી ને
કુર્યાત સદા મંગલમ્

અગ્નિદેવ ની સાક્ષી એ કર પ્રયાણ પૂરી પ્રતિજ્ઞા કરી…
યાત્રા આ સંસાર ની શરૂ કરો
કુર્યાત સદા મંગલમ્

કન્યા છે કુળ દીપિકા ગુણવતી..
વિદ્યાવતી શ્રીમતી
પહેરી ને પરિધાન મંગલ રૂડા
કુર્યાત સદા મંગલમ્

કંઠે મંગળસુત્ર સુંદર દિસે
મુકતાવલી ઉજ્વલમ્
આપો એ પ્રિય કન્યકા સુખ ઘણું…
કુર્યાત સદા મંગલમ્

ઉરમાં ઉમંગો લઇ અતિઘણા પ્રભુતામાં પાડે પગલાં…
એ પગલે સુખશાંતિ ને સમૃદ્ધિ
કુર્યાત સદા મંગલમ્

સૌનીસાક્ષી એ સિંદૂર પૂર્યા સેથી એ જોડી અખંડ રાખજો
અખંડ સૌભાગ્ય સદા રાખજો
કુર્યાત સદા મંગલમ્

નવવધૂ ને, દીપાવજો કુળદેવી
આશિષ દેજો અખંડ સૌભાગ્યનાં
અમર.. રાખજો ચૂડી ને ચાંદલો
કુર્યાત્ સદા મંગલમ્ (3)

========================================================

Manglashtak | Gujarati Lagna Geet | ગુજરાતી મંગલાષ્ટક |લગ્નગીત
Manglashtak | Gujarati Lagna Geet | મંગળાષ્ટક |લગ્નગીત

કૌટુંબિક ભાવના અને લગ્નો

લગ્નો એ કોઈ પણ વ્યક્તિના જીવનમાં આવતો એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. આ પ્રસંગે પરિવારના સભ્યો અને મિત્રો એકસાથે ભેગા થાય છે અને નવા જીવનની શરૂઆત કરનારા દંપતીને આશીર્વાદ આપે છે.

હાલના સમયમાં લગ્નોની રીતરસમોમાં ઘણા ફેરફારો આવ્યા છે. પહેલાંના સમયમાં લગ્નો ખૂબ જ સરળતાથી થતા હતા. ખર્ચ પણ ખૂબ જ ઓછો થતો હતો. પરંતુ હવે લગ્નોમાં ખૂબ જ ખર્ચ થાય છે. ખર્ચને કારણે લગ્નોમાં માત્ર પરિવારના નજીકના સભ્યો જ હાજર રહે છે. પહેલાંના સમયમાં લગ્નોમાં સમગ્ર પરિવાર અને મિત્રો હાજર રહેતા હતા.

લગ્નોમાં ફેરફારોના પાછળના કેટલાક કારણો છે. એક કારણ છે આર્થિક સ્થિતિ. આજે લોકોની આર્થિક સ્થિતિ પહેલાંના સમય કરતાં વધુ સારી છે. તેથી તેઓ લગ્નોમાં વધુ ખર્ચ કરી શકે છે. બીજું કારણ છે મોડર્નિઝમ. આજના લોકો મોડર્ન રીતરસમોને અનુસરવાનું પસંદ કરે છે.

લગ્નોમાં થતા ખર્ચને કારણે ઘણીવાર પરિવારોમાં વિવાદો થાય છે. પરિવારના સભ્યો એકબીજા સાથે માથાકૂટ કરે છે. આનાથી પરિવારમાં કૌટુંબિક ભાવનાઓને નુકસાન પહોંચે છે.

લગ્નોમાં થતા ખર્ચને ઘટાડવા માટે શું કરી શકાય? એક ઉપાય છે કે લગ્નોની રીતરસમોને સરળ બનાવવી. બીજો ઉપાય છે કે લગ્નોમાં પરિવારના સભ્યો અને મિત્રોનું સહયોગ મેળવવો.

લગ્નો એ માત્ર એક પ્રસંગ નથી, પરંતુ તે એક કૌટુંબિક ઉજવણી છે. આ ઉજવણીમાં સમગ્ર પરિવાર અને મિત્રોનું સહયોગ મળવો જોઈએ.

कुर्यात सदा मंगलम – મંગલાષ્ટક.

(રાગ- મંગલાષ્ટકમ …)

વંદન હો ગણનાથ શક્તિ શિવજી વંદન હજો ગુરુને સદા
ગીતાના ગાયક તમે નિવસજો આનંદ થી સાથમાં
વાક્દેવી મા શારદા પ્રણમવાં સંસ્કાર ને જ્ઞાન દા
કરજો જીવન પ્રેમ પૂર્ણ મધુરું कुर्यात सदा मंगलम

કળીયો તો ખીલશે અહીં પ્રણયની પુષ્પો થઈ મહેંકવા
હૃદયો બે મધુકર થઈને ભેટે ગીતો મધુર ગુંજવા
પાંગરશે યૌવન વસંત મધુરી ઉલ્લાસ ફેલાવવા
સંચરજો ગૃહસ્થાશ્રમે હરખથી कुर्यात सदा मंगलम

અગ્નિ બ્રાહ્મણ ને વડીલ સ્વજનો બેઠાં અહીં ભાવથી
લેજો દિક્ષા સાથ સાથ રહેવા આનંદ જો પ્યારથી
ના આ લગ્ન શરીરનું મિલન છે આત્મા મળે સ્નેહથી
દુ:ખમાં કે સુખ માંહી સાથ જીવવું कुर्यात सदा मंगलम

ભેળવવું કર્તુત્વ તો પુરુષનું સ્ત્રીનું સમર્પણ વળી
પ્રગતિ ને વળી પ્રેમનું મિલન એ થાશે ન અળગું કદી
સરિતા સાગરમાં વિલીન થઈને અળગી ન થાતી કદી
એવું તો મધુરું મિલન સર્જજો कुर्यात सदा मंगलम

કન્યા તો નવલા રૂપે જનમશે સ્વામી તણા ઘર વિષે
દૂધમાં સાકર ના મિલન સમાણી માધુર્ય રેલાવશે
સંસ્કારો નીજ તાતના દીધેલા સ્નેહે અહીં રેડશે
બન્ને કુળને તારવાને મથશે कुर्यात सदा मंगलम

નારી તું ગ્રુહલક્ષ્મી થઈને વસજે વૈભવ વધારી ગ્રુહે
ભાર્યા થઈ ભરજે પતિ ગૃહ મહીં સંતોષ ને પ્રેમને
થઈને સાવિત્રી સમી સુકર્મા સૌભાગ્ય ને પામજે
ભક્તિથી અમરત્વને તું વરજે कुर्यात सदा मंगलम

‘વર’ તો ‘શ્રેષ્ઠ’ થઈને આજ આવ્યો ‘શ્રેષ્ઠત્વને’ પામવા
રાઘવના આદર્શને તું ધરજે સદ્ગુણ બધા સ્થાપવા
પત્ની તો અર્ધાંગીની તુજ બની ભાવે દિલે ધારવા
ખીલવજે તું પ્રેમના પરાગો कुर्यात सदा मंगलम

જીવનનાં રથનાં બનીને ચક્રો પત્ની પતિ ઘુમશે
એકે ના નબળું બનીને દોડે નહીંતો ગતિ રૂંધશે
પુરજો અંજન સ્નેહને પ્રણયનાં જીવન મધુરું થશે
નિજ ધ્યેયે પહોંચી તમે વિરમજો कुर्यात सदा मंगलम

દેશે આશિષ આજ વૃદ્ધ વડીલો માતા પિતા ભાવથી
લેજો આશિષ કુળ ઋષિ ગુરુ વળી દેવોતણી પ્યારથી
જીવન તો છે પ્રેમની પરિક્ષા દેજો તમે સ્નેહથી
ગૃહસ્થાશ્રમની ધન્યતા અનુભવો कुर्यात सदा मंगलम

=======================================

મંગળ ફેરાનાં ગીત.

૧ – માહ્યરામાં મંગળ ગીતો.(મંગળ ફેરા)
પહેલું તે મંગળ વરતીએ સખી સમો દિયે શ્રી રામ,
ઘરમાં તે લીલું શુ વખાણીએ? ઉત્તર દિયો વરરાય.
લીલો તે પોપટ પાંજરે,લીલી તે નાગર વેલ,
લીલી તે ભાભીની ચૂંદડી,લીલા ચોરીના થંભ.
બીજું તે મંગળ વરતીએ સખી સમો દિયે શ્રી રામ,
ઘરમાં તે પીળું શુ વખાણીએ?,ઉત્તર દિયો વરરાય.
પીળાં તે પીતાંબર ધોતિયા,પીળી ચણાની દાળ,
પીળાં તે વરરાજાના વાંકડા,પીળી કન્યાની ઝાળ…
ત્રીજું તે મંગળ વરતીએ સખી સમો દિયે શ્રી રામ,
ઘરમાં તે રાતું શુ વખાણીએ? ઉત્તર દિયો વરરાય.
રાતા તે રંગત ચૂડલા,રાતા કન્યાના દાન,
રાતા તે વરરાજાના મોળિયા,રાતા કંકુના થાળ..
ચોથું તે મંગળ વરતીએ સખી સમો દિયે શ્રી રામ,
ઘરમાં તે ધોળું શુ વખાણીએ?ઉત્તર દિયો વરરાય.
ધોળા તે ધમલા વખાણીએ,ધોળાં તે ભાર કપાસ,
ધોળાં તે માધવ ધોવે ધોતિયાં,ધોળી તે બગલા પાંખ.
૨- માહ્યરા મા મંગળીયા વરતાય રે.(કન્યાનું નામકાલ્પનિક છે.)
પહેલું પહેલું મંગળિયું વરતાય રે,
પહેલું પહેલું મંગળિયું વરતાય રે
પહેલે મંગળ ગાયોનાં દાન દેવાય રે
અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે
બન્ને પક્ષે આનંદ અતિ ઊભરાય રે
બીજું બીજું મંગળિયું વરતાય રે
બીજે મંગળ રૂપાનાં દાન દેવાય રે
માંડવડામાં મંગળ ગીતો ગવાય રે
સૌને હૈયે અતિ હરખ ન માય રે
ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે
ત્રીજે મંગળ સોનાનાં દાન દેવાય રે
અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે
બન્ને પક્ષે આનંદ અતિ ઊભરાય રે
ચોથું ચોથું મંગળિયું વરતાય રે
ચોથે મંગળ કન્યાનાં દાન દેવાય રે
ફૂલડાં કેરી ફોરમ બધે પ્રસારાય રે
શુભ દિન આજે શુકનનો કહેવાય રે

Gujarati mangalashtak pdf
Gujarati mangalashtak lyrics
Gujarati mangalashtak in english
લગ્ન મંગલાષ્ટક pdf

mangalashtak lyrics gujarati
mangalashtak lyrics in gujarati
mangalashtak in gujarati lyrics
gujarati mangalashtak lyrics
mangalashtak gujarati lyrics
mangalashtak-gujarati
mangalashtak gujarati
gujarati mangalashtak
mangalashtak in gujarati
mangalashtak in gujarati pdf
mangalashtak gujarati pdf

Please follow and like us:
Pin Share

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *