સંત જ્ઞાનેશ્વરજી રચિત | Saint Gyaneshwarji composed |
| |
પસાયદાન | Gift |
| |
(મરાઠી ભાષાનો શબ્દ છે-કે જેનો સીધો અર્થ કૃપા પ્રસાદ (ભિક્ષા) કે પ્રસાદ પણ કરી શકાય) | (There is a word of Marathi language-that can directly meaning grace prasad or even Prasad) |
(‘પસા’ એટલે બે હાથ પાસે પાસે રાખીને કરેલ ખોબો,અને દાન એટલે ભિક્ષા કે પ્રસાદ) | (‘Pasa’ means a khobo made with two hands, and donations means begging or prasad) |
| |
સંત જ્ઞાનેશ્વરજી કે જેમને વારકરી સંપ્રદાયવાળા ‘મૌલી’ (મા) પણ કહે છે, | Saint Gyaneshwarji, who is also called ‘Molly’ (Ma) with a varakari sect, |
તેમણે જે જ્ઞાનેશ્વરી ગીતા (કે ભાવાર્થ દીપિકા) કહેલી છે, | The Gyaneshwari Gita (or the meaning of Deepika) he has called, |
તેના છેલ્લા અઢારમા અધ્યાયની 1794 થી 1802 ઓવીઓને પસાયદાન કહે છે. | The last eighteenth chapters are called Pasayadan from 1794 to 1802 OVO. |
કે જે મહારાષ્ટ્રમાં વધુ પ્રચલિત છે. | Which is more prevalent in Maharashtra. |
| |
જ્ઞાનેશ્વરી ગીતા (ભાવાર્થ દીપિકા) ના અંતમાં જ્ઞાનેશ્વર,પોતાના ગુરુદેવ નિવૃતિનાથને વિનંતી કરે છે કે- | At the end of Gyaneshwari Gita (Mahratha Deepika), Gyaneshwar urges his Gurudev Nishtinath that- |
(અહીં,ગુરુ ઈશ્વર-રૂપ છે,દેવ-રૂપ છે,એટલે ગુરુને ઈશ્વર માની,તે ઈશ્વરની પાસેથી કૃપાપ્રસાદની કામના કરે છે) | (Here, Jupiter is God-form, God-form, that is, the Guru believes in God, he does the grace of God from God). |
| |
आतां विश्वात्मके देवे, येणे वाग्यज्ञे तोषावे, तोषोनि मज द्यावे, पसायदान हे ॥१॥ | |
| |
હે,વિશ્વના આત્મ-સ્વરૂપ દેવ (ગુરુદેવ કે પરમેશ્વર),આ મારી વાણીથી થયેલ યજ્ઞ (જ્ઞાનેશ્વરી રૂપ વાક-યજ્ઞ)થી, | Hey, the self-forming god of the world (Gurudev or God), from this yagna (Gyaneshwari Roop Vak-Yajna), from my voice, |
સંતુષ્ટ (ને પ્રસન્ન) થાઓ,ને પ્રસન્ન થઈને મને એવો કૃપાપ્રસાદ (પસાયદાન કે આશીર્વાદ કે ભિક્ષા) આપો-કે- | Be satisfied (and pleased), and glad to give me such a grace (Pasayadan or Blessings or Beggirls)-K- |
| |
जे खळांची व्यंकटी सांडो | तया सत्कर्मी रति वाढो | भूतां परस्परें पड़ो | मैत्र जीवाचे || २ || | |
| |
દુષ્ટોની દુષ્ટતા ને કુટિલતા નષ્ટ થઈને,તેઓ સત્કર્મમાં પ્રવૃત્ત (સત્કર્મ-પ્રેમી) બને, | By destroying the wickedness of the wicked, they become active (sincerely-lovers) in the truth, |
સર્વ પ્રાણીઓ (જીવો) ની આપસમાં મિત્રતા (પ્રેમભાવ) વધ્યા કરે (ને આ મૈત્રી કે પ્રેમ ભાવ કાયમ રહે) | Friendship (love) increases in all animals (and love for this friendship or love) forever) |
| |
दुरितांचे तिमिर जावो | विश्व स्वधर्मसूर्ये पाहो | जो जे वांछिल तो तें लाहो | प्राणिजात || ३ || | |
| |
વિશ્વમાંનો (અજ્ઞાન કે પાપ-રૂપી) અંધકાર નષ્ટ થઈને,આ વિશ્વ (સંસાર)માં સ્વ-ધર્મરૂપી-સૂર્યનો પ્રકાશ | The light of the self-religious-sun in this world (worldly), the darkness of the world (ignorance or sinful) |
વિસ્તાર પામે,ને જીવમાત્ર,જે કામનાઓ (શુભ ઈચ્છાઓ) કરે,તેની તે સર્વ શુભેચ્છાઓ પૂર્ણ થાય, | Expand, and live, all those wishes (good wishes) are fulfilled, |
| |
वर्षत सकळ मंगळी | ईश्वर निष्ठांची मांदियाळी | अनवरत भूमंडळी | भेटतु भूतां || ४ || | |
| |
સંસારના જીવોને,સકળ મંગળની વૃષ્ટિ કરનારા,ઈશ્વરનિષ્ઠ-ભક્તજનો(સજ્જનો) નાં મંડળ મળતાં રહે. | The organisms of the world, the blessing of the Mars, the congregations of the goddess-devotees (gentlemen) continue to be found. |
(તે ભક્તજનો કેવા છે? તે વિષે આગળ ઓવી -5-6-7 માં કહે છે) | (What is he a devotee? Saying about it in OV-5-6-7) |
| |
चला कल्पतरूंचे आरव | चेतना चिंतामणींचें गांव | बोलते जे अर्णव | पीयुषाचे || ५ || | |
| |
(તે ઈશ્વરનિષ્ઠ ભક્તજનો) બોલતા ચાલતા કલ્પતરુના બાગ જેવા, | (That godly devotees) like the garden of Kalpataru speaking, |
જીવંત ચિંતામણિઓનાં ગામ જેવા, | Like a village of living anxiety, |
અને બોલતા ચાલતા સાગર જેવા છે, | And is like a walking ocean, |
(જેમ,કલ્પવૃક્ષની નીચે જતાં કે ચિંતામણિનો સ્પર્શ કરતાં મનની સર્વ કામનાઓ પૂર્ણ થાય છે, | (Like, all the work of the mind is completed by moving under a fantasy or touching anxiety, |
તેમ,ઈશ્વરનિષ્ઠ ભક્તજનોની અમૃતતુલ્ય વાણીના સાગરથી,સંસારમાં જ્ઞાનનો પ્રકાશ થાય છે) | Likewise, the knowledge of the nectar of the devout devotees is the light of knowledge in the world, in the world) |
| |
चंद्रमे जे अलांछन | मार्तंड जे तापहीन | ते सर्वांही सदा सज्जन | सोयरे होतु || ६ || | |
| |
(તે ઈશ્વરનિષ્ઠ ભક્તજનો) કલંક-રહિત ચંદ્ર જેવા,તાપ-રહિત સૂર્ય જેવા છે.એવા સજ્જનો (સંતજનો)નો, | (He is a godly devotee) like a stigma-free moon, like the sun-free sun. |
(જગતના) સર્વ લોકોને સત્સંગ મળે,તથા તેઓ જગતના સર્વ લોકોને પ્રિય થાય, | (The world) all the people get satsang, and they are dear to all the people of the world, |
| |
किंबहुना सर्व सुखी | पूर्ण होऊनि तिहीं लोकीं | भजिजो आदिपुरुखी, अखंडित || ७ || | |
| |
વધારે શું માગું? (વધારે શું કહું?) | What more? (What more to say?) |
સમસ્ત ત્રણે લોકો (ત્રૈલોક્ય) ના જીવો,સર્વ સુખથી સંપૂર્ણ બની, | The creatures of all three people (Trilokya) became perfect with all happiness, |
તેઓ આદ્ય-પુરુષ (ઈશ્વર)નું અખંડ ભજન કર્યા કરે, | They worship Adya-Purus (God), |
| |
आणि ग्रंथोपजीविये | विशेषीं लोकीं इये | दृष्टादृष्ट विजयें | होआवें जी || ८ || | |
| |
(અને વિશેષ-રૂપથી) જેઓ,આ ગ્રંથ (જ્ઞાનેશ્વરી ગીતા) ને જીવનનો આધાર બનાવી,આ ગીતા-ગ્રંથનું, | (And special) who made this book the basis of life (Gyaneshwari Gita), of this Gita-leprosy, |
પાલન કરે છે,તેમને આ લોક અને પરલોકમાં પરલોકનું સુખ (કલ્યાણ કે મુક્તિ) પ્રાપ્ત થાય. | Adhere, they receive the happiness (welfare or liberation) of Parlok in this folk and paraloca. |
| |
येथ म्हणे श्रीविश्वेशराओं | हा होईल दान पसावो | येणें वरें ज्ञानदेवो । सुखिया झाला || ९ || | |
| |
(આ પ્રમાણેનું જ્ઞાનેશ્વરનું વચન સાંભળી શ્રીગુરુ નિવૃત્તિનાથે (શ્રી વિશ્વેશ્વરે) કહ્યું કે) | (Listening to Gyaneshwar’s promise, Sriguru Muktinath (Shri Vishweshwar) said that) |
હા,ઠીક છે,તારી ઈચ્છા પ્રમાણે જ,આ (તે માંગેલ) સર્વ દાન-પ્રસાદ (કૃપા-પ્રસાદ કે પસાયદાન) | Yes, okay, just as you wish, this (sought) all Dan-Prasad (grace-prasad or pasayadan) |
તને પ્રાપ્ત થશે,કે જે સાંભળી (કૃપાપ્રસાદ કે આશીર્વાદ મેળવી) જ્ઞાનેશ્વર સુખી (આનંદમય) બન્યા. | You will receive, who heard (grace or blessings) became Gyaneshwar happiness. |